About Me

મારા વિશે .

નામ : વિપુલ ગોવિંદભાઈ માંગરોલિયા

ઈ-મેલ : vipul_daxa@yahoo.com

સરનામું :૫૭,હેપ્પી બંગ્લોઝ ,ત્રિકમ નગર-૧ ,લંબે હનુમાન રોડ ,સુરત, ગુજરાત,ભારત.

મોબાઈલ : ૦૯૮૨૫૧૩૨૬૧૦.

પ્રિય મિત્રો ,

        હું વિપુલ માંગરોલિયા મૂળ અમરેલી નજીક ના ચિતલ ગામ નો રહેવાસી છું, મારું બાળપણ એક સામાન્ય ઘર માં વીત્યું ,મારા પિતાજી મોટીમારડ ગામમાં શિક્ષક્ ની નોકરી કરતા ,એ ગામમાં મોટાભાગનું બાળપણ વીત્યું. ભણવામાં પહેલેથી જ હોશિયાર હતો,ભણીગણી ને સુરતમાં સ્થાયી થયો,પણ.........

        મને સંગીત નો ખુબજ શોખ અને ઈશ્વર ની કૃપાથી કંઠ પણ સારો મળ્યો છે, જયારે મોકો મળ્યો ત્યારે આ શોખ પુરો કરવાની કોશિશ કરી હતી,પણ મનમાં હજી કૈક ખૂટતું હતું,

        ૨૬ એપ્રિલ ૨૦૧૩ ના રોજ મારો જન્મદિવસ હતો અને એજ દિવસે દુર્ભાગ્યવશ મારા માતૃશ્રીનું નિધન થયું,પછી થોડા દિવસો પછી અચાનક મારામાં કૈક નવો સંચાર થવા લાગ્યો ને મેં કલમ પકડી,ને પહેલા મારા માતૃશ્રી પર ગઝલ જેવી રચના બનાવી,પછી જે વર્ષો થી અનુભવતો હતો ,સહન કરતો હતો,જે બોલી નહોતો શકતો તે બધી લાગણી કાગળ પર ગઝલ ના રૂપે ઉતારવા માંડ્યો,બસ પછી ગઝલ મારો શ્વાસ બની ગઈ ,

        મારા શરૂઆત ના સંઘર્ષ માં મારી ધર્મપત્ની દક્ષા,મારા મિત્રો ડો.ભરત રંગાણી,ડો.હર્ષાબેનપટેલ ,અશોક વાવડીયા (રોચક),રાહુલ શાહ,મેહુલ પટેલ(ઈશ),ડો.હરીશભાઈ ઠક્કર  વગેરેએ મારો ખુબ સાથ આપ્યો અને ડો.ચીનુકાકા,ખલીલસાહેબ ,અનિલભાઈ ચાવડા ,ભાવેશભાઈ ભટ્ટ, ડો.રઈશભાઈ મણીયાર, ડો.વિવેકભાઈ ટેલર,જેવા મહાનુભાવો એ મને માર્ગદર્શન આપ્યું, મારા મિત્રમંડળ માં બધા એ મને ખુબ પ્રોત્સાહિત કર્યો...

        મારી રચનાંઓ માં ઘણી ખામીઓ હશે, પણ હું એ જ માધ્યમ થી મારા દિલની વાત સમાજ સુધી પહોંચાડવાનો પ્રત્યન કરતો રહીશ, મારી ભૂલ થાય ત્યાં મારું ધ્યાન દોરશો તો મને ગમશે .

.