અવસ્થા હજી ક્યાં અમારી સરી છે,
હવે તો અહીં પાનખર પાંગરી છે.
ઉપરછલ્લી છે શુષ્કતા આમતો આ,
હજી છેક અંદર તો લીલોતરી છે.
ખુશીની પળોમાંય છલકાઈ આંખો,
અમુક લાગણી આજ પડખું ફરી છે.
કરે રોજ બદનામ એને ભલે સૌ,
ન હો મોત તો જીંદગી આકરી છે.
કરી પાર દરિયો અમે જ્યારે બેઠાં
એ કાગળની હોડી ઘણી સાંભરી છે.
સહી વેદના જે અમે જીંદગી ભર,
કરચલી સ્વરૂપે નિશાની કરી છે.
વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 5/11/2015
-