May22

ઉભા છે

અડોઅડ ઉભા છે
હવે ક્યાં જગા છે. *

ઉતાવળ કરો મા,
હજી તો ઘણાં છે.

ન સમજો સુતેલા ,
બધાં સાબદા છે.

નજરની રમતમાં
હ્રદયને સજા છે.

નથી બીક એને
એ માણસ જુદા છે.

સરળતા નાં નિયમો
ઘણાં આકરાં છે.

સ્વયં ને તો મળજો
અનોખી મજા છે.

* અમર પાલનપુરી

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.