May22

નથી

સાચું મનમાં સંઘરી શક્તો નથી 
એટલે તમને ગમી શક્તો નથી.

વાટકી વ્હેવાર આવડતો નથી,  
એટલે આગળ વધી શક્તો નથી.

બીક એ માણસથી લાગે છે વધું,
દિલ ને ખોલી, જે રડી શક્તો નથી.

હોય છે ચહેરા ઘણા સુંદર છતાં
આયનો એ સાચવી શક્તો નથી.

વાત સૌનાં હીતની છે એટલે
ક્યાય અમથો હું નમી શક્તો નથી.

સુર્ય તો કાયમ થી કમભાગી રહ્યો
રાતને કો'દી મળી શકતો નથી.

વિપુલ માંગરોલીયા(વેદાંત) ૧૦-૦૨-૨૦૧૫

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.