May22

ક્યા જીવાય છે ?

શ્હેરમાં પણ સુખથી ક્યાંજીવાય છે 
એક સાંધો , તેર તુટતાં જાય છે.

ગામડે  દેખાય તારા રાતમાં
ધોળે દિવસે શહેરમાં દેખાય છે.

વ્હેલું જાગી શ્વાસ લઈ લેવો પડે,
પ્રાણવાયુ યોગવાળા ખાય છે.

થોડા પૈસા માંડ આવે હાથમાં
લોનના હપ્તા માં તો વપરાય છે.

રોજ પૂછે કોઈ તમને  કેમ છો?
તો પરાણે સારુંછે કહેવાય છે.

ફોન જ્યારે મા નો આવે ત્યારે બસ,
રાતમાં ઓશીકું ભીનું થાય છે. 

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.