Oct5

જીવતર માં કલમ કેવી તે વાપરી?

જીવતરમાં  કલમ કેવી તે વાપરી?
આંખ કરતી રહી આંસુની ચાકરી.

શ્ર્વાસ પૂરા થયા, આંખ ભીની રહી,
જીવતો છું હજી, એ જ છે ખાતરી.

જાત નીલામ કરવા ઉભો થ્યો ફરી 
તેજ બોલી ફરી શુન્યથી આદરી.

કોઈ ખામી છે તારી જ લીલા માં જો,
છે હજીયે દુશાશન તણી હાજરી.

ડાયરી જ્યાં હું ખોલું , કલમ કાંપતી
ના દે"વેદાંત" અમને સજા આકરી?

વિપુલ -વેદાંત (૦૫-૧૦-૧૩)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.