May22

વહાલો જમાઈ

આ જમાઈ એટલે સાસુને વ્હાલો લાગે છે.
એનું વાવાઝોડું આ જણ એની પાસે રાખે છે.

અવનવી આઈટમો ની પત્ની રાખે ચોપડી
ને અખતરાથીજ ખતરામાં પતિને નાખે છે

એજ દિવસે આ બિચારા ને કંઈ સારું મળે
જ્યારે કેલેન્ડર માં પત્ની એક તારીખ ભાળે છે.

ભૂલ માં યે જો પિયરથી રિંગણા આવે કદી
એકઘારા દશ દિવસ થાળીમાં રોજે આવે છે.

વ્હાલ ઉભરાઈ જશે ત્યારે આ પત્નીઓનું પણ,
સેલની છાપામાં જાહેરાત જ્યારે વાંચે છે.

ચાકુ, સાવરણી ને વેલણ કાયમી હથિયાર છે
ભીંસ ટાણે આંસુંડાનો એ સહારો  રાખે છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )

-

Posted in હઝલ
.