કલરવ સાંજે પાછાં મળશે
તો વડલાં ને વાચા મળશે.
બાળકની આંખો વાંચી જો,
ઈશ્વર નાં સરનામા મળશે.
સંભાળી ને શબ્દો વાપર
એનાં પણ પડછાયા મળશે.
મઝધારે થી ઉગરી જાશો,
પણ કાંઠા ગોઝારા મળશે.
સારો માણસ શોધી આપો,
દુર્જનનાં તો ધાડા મળશે.
ભીંતે ટાંગો મા નો ફોટો,
આજે પણ હોંકારા મળશે.
વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 30/10/14)
-