May22

સર્જાશે ગઝલ

અક્ષરને વળગે આંખનું કાજળ તો સર્જાશે ગઝલ
કાતિલ નજર બનશે જરા ચંચળ તો સર્જાશે ગઝલ.

સૌંદર્ય ફૂલોનું હમેશા એ નિખારી જાય છે,
ભીનો કરે જો સુર્યને ઝાકળ તો સર્જાશે ગઝલ. 
  
રણમાં પ્રણયની આમતો દે છે  ગવાહી ઝાંઝવા,
મળશે જો મધદરિયે કદી મૃગજળ તો સર્જાશે ગઝલ.

મળતા રહે છે માણસો જ્યાં કોઈ સંવેદન વગર,  
ભીંજાય કોઈ શબ્દ થી કાગળ તો સર્જાશે ગઝલ.

આધાર યાદોનો હશે તો જીંદગી વીતી જશે
સન્મુખ થતાં ભારે થશે પળ પળ તો સર્જાશે ગઝલ.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 17-3-2015

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.