May22

શબ્દ લાચાર છે

જ્યાં શબ્દ પણ લાચાર છે
ત્યાં મૌન એક સંવાદ છે.

કોઈને પણ આવી શકે
સપનાઓ તો આઝાદ છે.

બે આંસું તારા ગાલ પર 
ઝાકળ સમો અણસાર છે.

તારા વગર નાં ગામમાં
એકાંત નું તોફાન છે.

બસ માણતાં જો આવડે
તો મોત પણ ત્હેવાર છે.

અભિમાન એ કાયાનું શું
જે રાખનો સામાન છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત )  14/03/2015

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.