May22

નેતા ની હઝલ

ઈલેક્શન જ્યાં માથે આવે,
તરતજ ધોળા ઝભ્ભાં લાવે.

 

કાગ હતાં જે કાલે કાળા,
જનતા એને હંસ બનાવે.

 

ભાષણ ની તો એવી ફાવટ, 
કાગળ નો પણ વાઘ બનાવે.

 

રસ્તા કાગળ માં જ બનાવે,
ને એમાં રીપેર કરાવે.

 

ધરતી ધ્રુજે, વાદળ ફાટે,
પરદેશી કૌભાંડ ગણાવે.

 

ચારા નાં પ્રશ્નો  આવે તો, 
લીલાં ચશ્માં પણ પ્હેરાવે.

 

મત માટે  પગપાળા ભટકે, 
જીતે ત્યારે બહુ દોડાવે.

 

અઠ્ઠે ગઠ્ઠે ચુંટાયા છે, 
અઠ્ઠે ગઠ્ઠે દેશ ચલાવે.

 

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 25-01-2015

-

Posted in હઝલ
.