Oct1

નજરની જ એણે સુરાહી બનાવી

નજરની જ એણે સુરાહી બનાવી,
ડુબાડી ગયા એ શરાબી બનાવી.

ગઝલ જે બનાવી મેં એની અદા પર,
છપાવી મેં પુસ્તક નકામી બનાવી.

મળી જે તમારા તરફથી સજાઓ,
કસમથી પ્રણયની નિશાની બનાવી.     
           

બધા દર્દનું એક કારણ પ્રણય છે,
ખબર છે છતા પણ બિમારી બનાવી.

મુરત આપની સાચવી રાખવાં મે,
આ પાંપણની વચ્ચે અટારી બનાવી.

વિપુલ -વેદાંત (૦૧-૧૦-૧૩)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.