May22

ધબકારા

ભાગ્યનાં થોડાં જો સથવારા મળે
બુંદ એક માંગો  અને ધારા મળે

જેટલા આપે, ગણીને આપશે,
એમ ધન ખર્ચે નાં ધબકારા મળે.

દોસ્ત, ઘસવી પણ પડે આ જાતને,
એમ કૈં ભગવાન પરબારા મળે?

ચમકે છે વિજળી હજી એક આશમાં 
ક્યાંક ગંગાસતિના વરતારા મળે.

માણસાઈ જ્યાં જરા અમથી હશે
એ જ ઘરમાં તુલસીનાં ક્યારા મળે,

સાદ ન આપો દોસ્ત, કબ્રસ્તાન છે
ક્યાં થી આ જગ્યા એ હોંકારા મળે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 23-1-2015

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.