May22

વાંઢાં ની હઝલ

રૂપાળી કન્યા ને જોઈ ઘાંઘો વાંઘો થૈ ગ્યો
બે પગની આંટી મારીને જાણે કાનો થૈ ગ્યો

ઉપરા ઉપરી જોઈ નાખી બે ડઝન છોકરીયું,
પણ આજે એતો એનાં દિકરાનો મામો થૈ ગ્યો

એવા તો કંટાળ્યા છે સૌ ગામના લોકો આજે
મોકલવા પરદેશ હવે તો ગામમાં ફાળો થૈ ગ્યો.

બેતાલીસ વરસ નો થ્યો ને પાછું માંગું આવ્યું
અડધો પડધો કેતા'તા ઈ આખો ગાંડો થૈ ગ્યો.

પેટ અને કમ્મર જે કરતા પડખે બેસી વાતો,
પરણી ને  બે મહિનામાં એ મોટો ફાંદો થૈ ગ્યો.

ચાર વરસમાં ખડકી એણે નાની અમથી પલટન
એટીકેટી ની જગ્યાએ ઝભ્ભો લેંઘો થૈ ગ્યો.

કહેવી છે પણ કોને કહેવી મન મુંઝવતી વાતું
બૈરી થી કંટાળી છેલ્લે એ પણ બાવો થૈ ગ્યો.

વિપુલ માંગરોલીયા ( વેદાંત 

-

Posted in હઝલ
.