May22

મળે છે

વણમાંગ્યા પડકાર મળે છે.
જીવન જ્યાં શરૂઆત કરે છે 

આંખો થોડી ઉઘડે ત્યાં તો,  
ઈચ્છાઓ અવતાર ધરે છે .

બાળકના દફતરની અંદર,  
અધકચરા અરમાન જડે છે.

માણસ નામે વેપારી છે
મ્હોરાનો વેપાર કરે છે.

કેવી રીતે  તમને મળવું
તમને ક્યાં વ્હેવાર ગમે છે!

કાંતો ફેંકો કાં બેસાડો,  
પથ્થર થી ઈન્સાન નમે છે.

આંબા નૈ તો બાવળ વાવો,
પંખીની ત્યાં સાંજ ઢળે છે.

પુષ્પો ત્યારે સુંદર લાગે
ઝાકળ જ્યારે નામ લખે છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 25/12/2014

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૪-૧૫
.