Sep30

રાખ નાં ઢેર હવે ખોળવાનું રે'વાદે

રાખ નાં ઢેર હવે ખોળવાનું રે'વાદે,
જીવ તો જાય ભલા, રોકવાનું રે'વાદે.

અંતમાં તો એબધા ખોદશે કબર તારી,

જીવતા જીવ હવે ખોદવાનું રે'વાદે.

સાથ તારો અને મારો અશક્ય ઘટના છે,
આગ સંગાથ બરફ જોડવાનું રે'વાદે.

માંડ સંઘર્યુ હતું આજ એક સપનું મે,
તું જગાડી ને મને, રોળવાનું રે'વાદે.

સાવ ખૂલ્લા જ હતા આજ દિલ ના દરવાજા,
આમ અમથું જ હવે ઠોકવાનું રે'વાદે

હોડ લાગી છે અહી, આજ તો કવિઓની,

સાવ માંદી આ ગઝલ બોલવાનું રે'વાદે.

વિપુલ માંગરોળીયા (વેદાંત)૩૦-૦૯-૧૩

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.