Sep26

નજર પડી ગઈ બસ આજ આમ તસવીર માં

નજર પડી ગઈ બસ આજ આમ તસવીરમાં
ભરમ હતો કે હતી વાત ખાસ તસવીરમાં?

હતી જરાક અમસ્તી ઉદાસ ખામોશી,
કદી કળી ન શકાઈ એ વાત તસવીરમાં.

ખબર છે તું જ વસે આ તમામ કણકણમાં
મને હજી ના મળી એક ભાત તસવીરમાં.

નથી અઝાન, નથી કોઈ આરતી આમાં
અરે પડી ગઈ લાગે છે રાત તસવીરમાં.

હું રામ શોધું કે ખૂદા તને, ખબર ક્યાં છે?
મળી મને તો આ મારી જ જાત તસવીરમાં.

વિપુલ -વેદાંત (૨૬-૦૯-૧૩)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.