Apr14

સ્હેજ કરુણાવશ બની આંસુ વહાવી જોઈએ

કવિશ્રી ગૌરાંગ ઠાકર ની પંક્તિ પરની તરહી ગઝલ એમના જન્મદિવસ ની ભેંટ તરીકે...

સ્હેજ કરુણાવશ બની આંસુ વહાવી જોઈએ
બસ હયાતી આપણી એમજ બતાવી જોઈએ. 

જૂના આ સામાનને થોડોક ખંખેરી હવે, 
રજ કણો સંવેદનાઓની ઉડાવી જોઈએ.

ખૂબ મેલા થૈ ગયાં છે વૃક્ષ નાં કપડાં હવે
પાનખર ને કહેણ વ્હેલું મોકલાવી જોઈએ

કોઈ પથ્થર મંદિરે વાવો તો પણ ઈશ્વર ઉગે
ચાલને માણસમાં થોડું વહાલ વાવી જોઈએ*

સાવ કંટાળી ગયા એ પણ ઉભી ને વરસોથી
ચાલ રસ્તાઓ ને પણ થોડા ચલાવી જોઈએ.

રૂપ જોઈ ચાંદનું સંધ્યામાં સૂરજને થયું
ચાંદની દિવસે જો આવે તો મનાવી જોઈએ

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 11/04/14

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.