ચાલ અમથા જઈએ ગાર્ડનમા,
યાદ તાજી કરીએ ગાર્ડનમા.
ચોપડે યાદ દાબવા કાજે,
પાન ભેગા કરીએ ગાર્ડનમા.
સૌ જુએ તેમ ભીખ આપીને,
કર્ણ જેવા બનીએ ગાર્ડનમા.
કોક'દી મળશું આજ ઠેકાણે,
ઝાડ પર એ લખીએ ગાર્ડનમા,
હું મને, તું તને, લઈ જઇને,
ચાલ પાછા મળીએ ગાર્ડનમા.
વિપુલ -વેદાંત (૨૪-૦૯-૧૩)
-