Apr5

જાત માણસની પહોંચી છે જુઓને ક્યાં સુધી!

જાત માણસની પહોંચી છે જુઓને ક્યાં સુધી! 
બાજરી વાવી છે ખેતરમાં, ને ઈમારત ઉગી

લે હવે તું ખેર તારી પણ મનાવી લે રવિ,
આદમીએ ચાંદ પાસે પણ હવે સીડી મુકી.

કેવું જબ્બર તીર માનવ હાથથી છુટ્યું હશે,
પહાડની છાતીને ચીરી રેલગાડી પણ ઘુસી.

માની મમતાનાં હવેતો મૂલ પણ કેવા થયા,
જાત દિકરીની હવે તો કોખમાં પણ છે દુખી

વાત જે સંસ્કારની કાયમ કરે ત્યાં જોયું મેં, 
એજ ઘરનાં ધર્મગ્રંથોમાંથી ખૂબજ રજ ઉડી.

છે હજી તો બસ નમૂના માનવીની રીત નાં,
કોઇદી મળશે ખબર કે માછલી જળમાં ડુબી.

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 28/03/14

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.