Apr5

આ ભીડમાં એકાંત વળગી જાય તો હું શું કરું?


આ ભીડમાં એકાંત વળગી જાય તો હું શું કરું?
શ્વાસોથી દિલની આગ ભડકી જાય તો હું શું કરું?

હું ચાલવા તૈયાર છું, પણ સાથ જો તારો મળે, 
રસ્તો પછી અડધેથી અટકી જાય તો હું શું કરું?

હું માંડ મારી લાગણી દાબીને બેઠો છું હજી,  
પાલવ તમારો સ્હેજ અડકી જાય તો હું શું કરું?

કાજળ ભરેલી આંખ તારી સ્હેજ અમથી જો નમે. 
ધોળા દિવસમાં રાત ઢળતી જાય તો હું શું કરું?

ફૂલોને મેં ચોધાર આંસુ સારતા જોયા હતા, 
દુનિયા હવે ઝાકળ સમજતી જાય તો હું શું કરું?

લખવીજ નોતી આમતો વેદાંત ગઝલો પ્રેમની,
પણ કોઈ શ્યાહીમાંજ સરકી જાય તો હું શું કરું?

વિપુલ માંગરોળીયા ( વેદાંત ) 23/04/14

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.