Apr5

મશીનોએ કેવી કરામત કરી છે


મશીનોએ કેવી કરામત કરી છે,
દિલોનીય વચ્ચે દિવાલો ચણી છે.

નહાતી હતી રોજ ખાબોચિયે જે,
હવે એજ ચકલી ફુલેકે ચડી છે.

ન મળશે હવે બાગમાં કોઈ ફોરમ
ધુમાડાની ગંધો હવામાં ભળી છે,

કર્યુ આચમન જાણી જમનાનું પાણી
ખબર કયાં નદીને ગટર પણ મળી છે.

હવે યમને ખાવા પડે રોજ ધક્કા,
આ ધડકન દવાએ શતાયુ કરી છે.

વિપુલ-વેદાંત(૩૦-૧૦-૧૩)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.