Mar6

હ્રદયનાજ સ્પંદનથી કેવો તમે પણ ઈશારો કર્યો છે,

હ્રદયનાજ સ્પંદનથી કેવો તમે પણ ઈશારો કર્યો છે,
પડી ગઇ ખબર કે અમે ત્યાં અમારો ઉતારો કર્યો છે

હું બાજી કદી બંધ રાખી રમી ક્યાં શકું છું હજી પણ, 
જરા અમથું મલકી તમે પણ અનોખોજ ધારો કર્યો છે. 

નથી પાનખર પાસમાં, તોય ફૂલો ખર્યા છે વસંતે,  
તમારી જ આહટ મળી એટલેતો ઈરાદો કર્યો છે.

મને શોધવાની તમે કોઈ નાકામ કોશિશ ન કરશો, 
તમારા જ રમણીય સપનામાં મેં રાતવાસો કર્યો છે.

હવા પણ વહે છે હવે તો વધારે સુગંધિત થઈને
જરા અમથું પાલવને અડકી સુગંધે વધારો કર્યો છે

તમારૂં પલળવું હવેતો પલાળે છે વરસાદને પણ,
તમે છત્રી ખોલીને થોડો એ ઝાંખો નજારો કર્યો છે. 

Vipul(vedant) 02-03-14

 

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.