Sep19

સબંધો ના મૂલ્યો ને ભરતા મે જોયા

સબંધોના મૂલ્યોને ભરતા મે જોયા,
કિનારા નદીમાં જ ગળતા મે જોયા .

જણાતા ભલેને અડગ આ પહાડો ,
નદીના બહાને એ રડતા મે જોયા.

છુપાવ્યા હતા બંધ આંખો મહી જે,
અરીસામા અશ્રુને સરતા મે જોયા.

હવાને કદી મેળ ક્યા જ્યોત સાથે,
રહીને અલગ એને મળતા મે જોયા.

ભટકતો તમારા દરશ પામવા હું,
ફળીમાંજ તમને તો રમતાં મે જોયા.

ઈજારો દુશાશન તણો ક્યાં રહ્યો છે,
હવે સાઘુને ચીર હરતા મે જોયા.

વિપુલ -વેદાંત (૧૯-૦૯-૧૩)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.