Mar6

શબ્દની એજ તો ખાનદાની હતી

શબ્દની એજતો ખાનદાની હતી, 
અર્થ કંઈપણ કરો, ક્યાં ના પાડી હતી.

શબ્દ પરપોટા ફૂલ્યા ગઝલમા ઘણા,
પણ સમજની હવાને ગુલામી હતી.

એકની એક વાત સૌએ વગાડી બધે, 
ચોતરફ થી ગઝલ પણ ઘવાણી હતી.

ઝાડનો પ્રેમ આવો હશે ક્યાં ખબર? 
એની પણ મારી સાથે નનામી હતી.

આજ સંધ્યા મળી લાગે છે રાતને
એટલે ચાંદની ફરતી લાલી હતી.

વાસ્તવિકતાને આજે કલમમાં ભરી, 
મેં ગઝલને ગઝલથી રડાવી હતી.

આમતો ક્યાં ગઝલ હું લખી પણ શકું, 
લાગણી, આ બહાને ઉતારી હતી. 


વિપુલ ( વેદાંત ) 22/02/14

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.