Aug14

આંખ મીંચી હરી નામ ભજતો રહ્યો

આંખ મીંચી હરી નામ ભજતો રહ્યો,
કાંકરે કાંકરે રામ લખતો રહ્યો.

કે હતી ધૂળ મારા ચહેરે છતાં,
આયનો આજ હું સાફ કરતો રહ્યો.

ક્યાં હતી લાલસા પ્રેમની આપનાં,
ખોફગી આપની પ્યાર ગણતો રહ્યો.

માંડ ભૂલ્યો હતો યાદ જ્યાં આપની,
ફેર પાલવ આમ જરા અડતો રહ્યો.

બાગ માંગે ચડાવી તને ફૂલ એક,
માનવી નાથને કેમ છળતો રહ્યો.

ડૂબવાંની મજાતો છે જગદીશ માં,
જોઇ માયા આ "વેદાંત" તરતો રહ્યો.

વિપુલ(વેદાંત) 14-08-2013

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.