Dec7

ચાલ આજે તો મારે નવું કામ કૈ કરવું છે

ચાલ આજે તો મારે નવું કામ કૈ કરવું છે
સાવ નફફટ થઈ તારી સામે હવે પડવું છે.

સિંધુ થૈ, દે લહેરો, ભલે સાવ પરવત સમી,
આજ તો કદ લહેરોનું વેરણ કરી જપવું છે

તું ડુબાડી શકે આજ કાયા સરેઆમ પણ,
છેવટે લાશ થૈને ય મારે હવે તરવું છે.

બસ નશો આ શિશિરનો ભલા સાવ ઉતારવા,
પાનખર જેમ આબાદ, કારણ વગર ખરવું છે.

ઈશ થઈને ફરે, સાંભળે રાવ ક્યાં કોઈની,
તોય વેદાંત ફરીયાદનું પાનું એક ભરવું છે.

વિપુલ -વેદાંત (૦૭-૧૨-૧૩)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.