તું બદલ કાં તો તારા વલણને બદલ,
જીવ પ્રત્યેની તારી નજરને બદલ.
રોજની આ રમતમાં જરા કર ફરક,
શ્વાસને રોકવાની રમતને બદલ.
ચાંદની પણ નિયત સાવ હલકી થઈ ,
હોય હિંમત હવે જો, તમસને બદલ.
આધુનિકતા વસી છે ઘડીયાળમાં,
પંખીને બોલવાનાં પ્રહરને બદલ.
કોલ આપ્યા હતા ,સાખ છે વાંસળી,
તું ન પાળી શકે તો વચનને બદલ.
રોજ લખતો વિધાનો તું વેદાંત માં,
લય નથી સાવ સારો, બહરને બદલ.
વિપુલ માંગરોલીયા (વેદાંત)-૩૦-૧૧-૧૩
-