બન્યો છો તું ખુદા, ક્યારેક તો સારી નિશાની દે!
પ્રલય જોયા ઘણા,કોઈ રચના પ્યારી બનાવી દે.
નથી રસ કોઇ, પેલા ચાંદ ને પણ, ચાંદની માટે,
હવે સૂરજ ને રાતે,આગિયો બનવા ,મનાવી દે.
હશે સારા કે નરસા ,કેમ ઓળખવા ,નથી સમજણ,
પરખવા માણસો ને, રંગ શ્ર્વસો માં લગાવી દે.
સુરાલય ની મદીરા માં નશો ક્યાં થાય છે આજે,
રહે આંખો શરાબી કાયમી, એવી સુરાહી દે.
વસે છે તું કણે કણમાં, સવાલો છે ઘણા મનમા,
સમય જો ના મળેતો , એક મૂરત તો જવાબી દે.
વિપુલ માંગરોળીયા (વેદાંત ) ૨૮-૧૧-૧૩
-