વાત એની ,થાય થોડી?
મોટી મોટી તોય છોડી.
ગામનો સરપંચ બન્યો,
ને જુઓ,લાવ્યો છે ઘોડી.
પારકી પંચાતમાં પણ,
ટાંટિયા ઘાલે છે ,દોડી.
પાઈની પેદાશ નો'તી,
મૂછ રાખેછે ,મરોડી.
જોઈ વરઘોડો ગલીમાં,
જોશમાં ગોળીય ફોડી.
જાન ખાખી પ્હેરી, આવી,
કેમ હાલત થૈ કફોડી?
ગામમાં સાહેબની તો,
થાય કિંમત એક કોડી.
વિપુલ માંગરોળીયા ( વેદાંત) (૨૪-૧૧-૧૩)
-