Nov22

શું છે તારો, આ ઈશારો.

શું છે તારો,
આ ઈશારો.

કેમ વીતે,
ભવ અમારો.

તું સમંદર,
આપ ખારો.

દાગ છે તોય,
ચાંદ પ્યારો?

પંડિતો નો
છે વધારો.

પાપ નો પણ,
છે ઠઠારો.

શ્વાસ દીધો
તે નઠારો .

તોય મારો
તું સહારો.

વેદાંત (૨૨-૧૧-૧૩)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.