Sep20

દવા ની હવે તો અસર થાય છે

દવાની હવે તો અસર થાય છે,
કે આવ્યા તમે એ ખબર થાય છે.

કદર આ વિરહની થતી ક્યા કશે,
ને ચાતકની ટીપે નજર થાય છે.

જણાયો નહી ચાંદ આકાશમાં,
તમારીય થોડી કસર થાય છે.

હું હારીને બેઠો ને આવ્યા તમે,
ફરીથી શરૂ એ સફર થાય છે.

લખી નાખું હુઁ આ ગઝલ આમતો,
શરૂ ક્યા એ તારા વગર થાય છે?

વિતી જાય છે રોજ તો આ દિવસ,
વિરહમાં વરસનો પ્રહર થાય છે.

તું "વેદાંત" ક્યાં એકલો છે અહીં,
હો તું સંગ, "રોચક" સફર થાય છે.

વિપુલ -વેદાંત (૨૦-૦૯-૧૩)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.