Dec5

વાયદા ધૂળ થયા

વાયદા ધૂળ થયા,
વેર ભરપૂર  થયા.

વેણ નારીના સુણી,
બે અલગ કૂળ થયા.

સોગઠાંની થૈ રમત,
યુદ્ધનાં મૂળ થયા.

પ્રીત ભૂલીને હવે,
કૌરવો ક્રુર થયા.

હાથ ગાંડીવ ધરી,
પાર્થ મજબૂર થયા.

બંધ આંખેય હવે,
આંસુના પૂર થયા.

ભાઈઓનાં તે પછી,
ક્યાં કદી મૂલ થયા!

વિપુલ માંગરોળીયા (વેદાંત) ૫-૧૨-૧૩

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.