Dec10

હોઠમાં મલકાટ છે , એવું આ ગુજરાત છે

હોઠમાં મલકાટ છે , એવું આ ગુજરાત છે
રાહમાં અજવાસ  છે , એવું આ ગુજરાત છે.

છે ભજન નરશી તણા,ને દ્વારકા ધામ છે,
દિલમહીં સરદાર છેએવું આ ગુજરાત છે.

કામ નફરતનું નથી, તું આવ નિર્ભય બની,
પ્રેમની ભરમાર છે , એવું આ ગુજરાત છે.

ક્યાં જરૂરત છે અહીં, બંદૂક ને બોંબની,
સ્નેહ નો વ્હેવાર છે , એવું આ ગુજરાત છે.

દીકરો ખાંડી ધરે, જેસલ ને ભગવો ચડે,
સંતની ભરમાર છે , એવું આ ગુજરાત છે.

પ્રાર્થનામાં છે ખુદા, મસ્જીદે ભગવાન છે,
ચર્ચમાં રણકાર છે , એવું આ ગુજરાત છે.

સ્વર્ગ જેવી છે ધરા, છોડી ગગન ને પ્રભુ
આવવા તૈયાર છે, એવું આ ગુજરાત છે.

વિપુલ માંગરોળીયા (વેદાંત) ૧૦-૧૨-૧૩

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.