Sep21

જે મળી આમ થૈ , ખાસ ની વાત છે

જે મળી આમ થૈ , ખાસની વાત છે,
દિલમા અટવાઇ જે ,વાતની વાત છે.

ભૂલવા જો કહે, સઘળુ ભૂલી શકું,
પણ એ પાલવ તણી ભાતની વાત છે.

આપવો હોયજો આપજે પ્રેમ થી,
તાજ ક્યાં માંગુ છું, હાથની વાત છે.

વાંસળી તું ધરે, કૃષ્ણ બનવા મથે,
સત્ય તો કાનનાં,રાસની વાત છે.

તું મળેહું મળું,મિત્રતાએ નથી,
એ સુદામા તણી બાથની વાત છે.

વિપુલ -વેદાંત (૨૧-૦૯-૧૩)

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.