Oct25

નજરથી તમારી કરામત થઈ છે

નજરથી તમારી કરામત થઈ છે,
ને ધડકનની સાથે બનાવટ થઈ છે.

અજાણી સુગંધો ફરી વાર આવી,
મને લાગ્યુ તારી જ આહટ થઈ છે .

અકાળે થયો સાવ સૂક્કો બગીચો,
હવે પાન સાથે  અદાવત થઈ છે .

રડીને ગયા રોજ મારી કબર પર,
મરીને પ્રણયની જમાવટ થઈ છે.

હણી મૂક પ્રાણી લટકતા છે રાખ્યા,
અમીરોને ભીંતે સજાવટ થઈ છે .

લહેરોએ મારગ બદલ્યો છે આજે,
હવે પાનખરની હિરાસત થઈ છે.

વિપુલ માંગરોળીયા (વેદાંત)૨૫-૧૦-૧૩

-

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.