Jun10

ગઈ જે અમારી, તમારી જવાની

 ગઈ જે અમારી, તમારી જવાની,
 જવાની બધાને રમાડી જવાની.

 કરી બંઘ રાખે તું મુઠ્ઠી છતાયે,
 એ ખાલી કરીને, સવારી જવાની.

 નથી ટાંકણું કે નથી એ હથોડી,
 છતાયે બધાને તરાસી જવાની.

 હતી એ ખબર, તોય આપ્યું ઇજન મે,

 તમારી છે આદત, ફગાવી જવાની.

 ભલે જીંદગી રોજ ફરતી મજામાં 
 કદી મોત બાજી બગાડી જવાની

 વિપુલ -વેદાંત (૦૬-૧૦-૧૩)

- Mr Vipul

Posted in વેદાંતની ગઝલો ૨૦૧૩-૧૪
.